શરમાઇ છે
આજ અવસર છે અનેરો દાદાને દરબારે
ખુદ યમરાજે હોઠે ધરી છે શરણાઇ
મારી દીકરીની શરણાયું વાગીને
મારી લાડલી જુઓને કેવી છે શરમાઇ
મારી ખોવાયેલી દીકરીની આંગણી પકડી
હરિએ વરસાવી છે દેવતાઇ મ્હેર
અવસરો તો રૂડાં અહીં કે તહી
પણ જુઓને એમાં કેટલો છે ફેર
રેશમી આ જીવતરનું પાનેતર ઓઢી
લાડલી જુઓને કેવીક છે મલકાઇ
ડૂબતી આંખોને હવે પાંપણના ફાફાં
પછી અવકાશમાં ડૂબતુ મારું મન
કોઇ આવી પૂછે તો એને હું કહું
કેવાં રે મેં એનાં કર્યાં છે જતન
મારાં રૂંવે રૂંવે પગટયા દીવા અખંડ
મારી ભીતરે વાગી છે ઝીણી શરણાઇ
- અમિત ત્રિવેદી
નોંધ : ખૂબ જ નાની વયે વિદાય થયેલી સ્વ. રાજીને અંજલિ આપતું આ ગીત
An unique tribute to your daughter with deep feelings from your heart!
Sudhir Patel.
sudhir patel - May 17, 2010 at 10:04 pm |
ek pita mate dikarini vidai,pachhi bhalene e
saasare jati hoy ke kaayamani vidai leti hoy,
ketali dukhadaayak hoy e kalpi shakaay,pan aapeto dikarine mate je bhaavaanjali arpi chhe
temaa mane kavishri narsinhraav divetiyaa e
‘mangal mandir’maa je dhiraj ane sahishnutaa
daakhavi chhe tena darsha thayaa chhe.
bhaavanaa sabhar shabdothi haiyu koraai jay,
avaachak thaijavaay. prabhu aapani dikarinaa
aatmaane chir shaanti arpe eva haardik praarthanaa.
Anila Patel. - February 6, 2011 at 4:47 am |