શ્રધ્ધા..
છેવટે ઈશ્વર અહીં જીતી ગયો,
મારી શ્રધ્ધા છીનવી ચાલી ગયો.
પાંપણે તો ઊંચકી ફરતો રહ્યો,
કાંધ થોડી આપતાં થાકી ગયો.
કંકુ થાપા ઘરની દીવાલે હતાં ,
કાળ તારો હાથ લઈ થંભી ગયો.
તું ક્ષિતજને પાર જઈ શોભી રહ્યો?
આજ ત્યાં ઝળહળ હતું સમજી ગયો.
સ્તબ્ધ ઘરની ખાલી દીવાલો સુધી,
કોણ આ તસ્વીર લઈ આવી ગયો ?
- અમિત ત્રિવેદી
Advertisement