તું બોલે ના જા…..
પોકળ શબ્દો લઈ તું બોલે ના જા
છળ લઈ તું ઈશ્વરના ખોળે ના જા
એક વેળા તું ઈશ્વરને પણ સાંભળ
ટેવવશ તું મંદિરમાં બોલે ના જા
તું એના ખોળે દોડે ને બોલે
હું જે બોલું છું તે તોલે ના જા
રમત જો એ તારી સાથે માંડે તો
અવસર છોડી ને તું દોડે ના જા
રામ કહે જો તું આંખો મીંચીને
રાવણની આંખો તું ખોલે ના જા
દોડે ખોળે ખોલે તોલે બોલે
કેવળ અટકળ માંડી દોડે ના જા
- અમિત ત્રિવેદી
Advertisement
khubaj saras khub gamyu
usha desai - January 18, 2011 at 9:59 pm |